વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું. અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...
પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા કોઈપણ વ્યક્તિ જ્યારે શ્રઢ મનોબળથી નક્કી ક કરે કે આનો અમલ કરીને જ જંપવું છે. ત તે થાય જ છે. એમાં પણ જ્યારે શક્તિની ઉપાસના કે એના નામ સાથે જોડાઈને વળગી પડે ત્યારે એ 'શક્તિ સદા સહાયતે' હોય જ છે. ભગવતી એ જ સંતાનને સહાય કરે જે પવિત્ર ઇરાદાથી કામ શરૂ કર. કોઇની પરવા કર્યા વિના જે સાથ આપે તેનો લે અને જે ન આપે તેની પાસે આશા ન રાખે એ કામ ભગવતી પાર પાડે જ. એના ભરોસે આદરેલું કામ ક્યારેય અધૂરું ન રહે. માંડવી તાલુકાના દરિયાકિનારે વસેલા કાઠડા, નાના લાયજા અને પાંચોટિયા આ ત્રણે ગામ ચારણોની વસ્તી ધરાવતાં ગામ છે. ખારા પાણી અને ખારી હવા સામે ખરી મહેનત કરીને ખમતીધર બનેલા ચારણ ચોથો વેદ એટલે વણ પઢ્યો વાતું તો સંસ્કાર, સંસ્કૃતિ અને વિકાસની જ કરે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન કસાયેલી કાયાએ પાણી માટે ખૂબ સંઘર્ષ કર્યો. સદ્ભાગ્યે આ ત્રણે ગામને યુવા નેતૃત્વ સાથે સાથ આપનારા વડીલો અને ખભેખભા મેળવીને કામ કરનારા મિત્રો મળ્યા, જેના લીધે જળ સંગ્રહ, ગૌચર અને વૃક્ષારોપણની ટકાઉ, ધારદાર અને એટલી જ અસરદાર કામગીરી લોકભાગીદારીથી કરવામાં સફળ રહ્યા. પાંચોટિયા ગામના સા...
Comments
Post a Comment