Skip to main content

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

   વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

   વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

ખેરગામ |તારીખ :30-11-2024

શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા.

શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.

 અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. 

તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. 

ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ બજાવી છેલ્લા 2 વર્ષ બાકી હોય સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આમ, તેમણે કુલ  34 વર્ષ ફરજ બજાવી. જે તેમના શારીરિક સમસ્યાને ધ્યાને લઈ શાળાનાં બાળકોના હિતમાં નિર્ણય લીધો હતો. આ શાળામાં તેમણે 24 વર્ષમાં 1 દિવસ બાદ કરતાં તેઓ 9:30 કલાકે અચૂક શાળામાં પહોંચી જતા હતા. અને સાંજે 5:30 કલાક પછી જ શાળામાંથી નીકળતા, એ  તેમનો નિત્ય ક્રમ બની ગયો હતો. કેજ્યુઅલ રજા તેમણે અશુભ પ્રસંગો સિવાય અને માંદગી સિવાય ભોગવી નથી. વેકેશન અને રજાના દિવસોમાં હોસ્ટેલમાં રહેતા બાળકોના વાલી મુલાકાત લેતા. 

ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળામાં 90 ટકા બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે જે ડાંગ ધરમપુર અને કપરાડા વિસ્તારના આદિવાસી બાળકો. જ્યારે ગામનાં ફક્ત 10 ટકા આદિવાસી બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. જેથી આ શાળાનાં આચાર્યની જવાબદારી બીજી શાળાનાં આચાર્ય કરતા વિશેષ નિભાવવી પડે છે.જેમાં શ્રી અરવિંદભાઈ ગરાસિયા સફળ રહ્યા. ભલે તેમને એવોર્ડ મળ્યો ન હોય પરંતુ તેમનું સ્થાન ગરીબ આદિવાસી બાળકો અને તેમના વાલીઓના દિલમાં કાયમ માટે સ્થાન મેળવ્યું છે.તેમજ ગામનાં લોકોમાં અને શિક્ષકોમાં પણ તેમની છાપ એક આદર્શ શિક્ષક તરીકેની રહી છે. 

તેઓ આ  વિસ્તારના સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાચા સેવક તરીકે સેવા આપે છે. તેમનામાં ના કોઈ દંભ, દેખાવડો કે ન મોટાઈ મારવના ગુણ. ફક્ત ને ફક્ત સેવા કરવી એ તેમનો જીવન મંત્ર હતો, પછી તે શિક્ષણ, સામજિક, ધાર્મિક કે માનવસેવા રૂપે હોય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવી છે ને નિભાવતા રહેશે.


શાળાના મુખ્ય શિક્ષક તરીકે મિશન ફળિયા પ્રાથમિક શાળામાં તેમની ફરજનું નિભાવવું માત્ર એક જવાબદારી નહિ, પરંતુ જીવનધર્મ બની ગયો. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓએ ઇનોવેટિવ અભિગમ અપનાવ્યો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામીણ સમાજ સાથે ઊંડો નાતો બાંધીને શાળાના વિકાસ માટેના પ્રયત્નો કરી શાળાને નવી ઊંચાઈઓએ પહોંચાડી.

નિવૃત્તિએ એક અંત નથી, તે નવી શરૂઆત છે. શ્રી ગરાસિયા હવે સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં વધુ સમર્પિત રહી માનવતાના મહેકને પ્રસરાવશે. તેમનું જીવન એક પથદર્શક બની રહ્યું છે.

આ વિદાય સન્માન સમારોહમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ઈનચાર્જ ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી. આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ચીખલી/ખેરગામ ટીચર સોસાયટીના ઉપ પ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ શિક્ષક સંઘના પ્રમુખશ્રી ફતેસિંહ સોલંકી, નિવૃત કેન્દ્ર શિક્ષક તથા ખેરગામ જનતા કેળવણી કેળવણી મંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ પટેલ, નિવૃત શિક્ષકોમાં ઉદયસિંહ સોલંકી, ઉપેન્દ્રભાઈ વણકર, સુમનભાઈ પટેલ તથા સુશીલાબેન પટેલ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગામનાં અગ્રણી આગેવાનો, કુટુંબીજનો, મિત્રમંડળ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તંદુરસ્તમય જીવન માટેની શુભકામનાઓ પાઠવી હતી.

શુભકામનાઓ

પરમકૃપાળુ પરમાત્મા તેમને સુખમય અને તંદુરસ્ત જીવન આપી વધુ શ્રેષ્ઠ કાર્યો માટે પ્રેરણા આપે.

Comments

Popular posts from this blog

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાનો પોલિંગ સ્ટાફ તેઓના મતદાન મથકે પહોંચી રહ્યા છે. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv @ECISVEEP @CEOGujarat pic.twitter.com/hninjeSZFA — Collector & DM Navsari (@CollectorNav) May 6, 2024 આપણા વડીલોએ તેમની ફરજ નિભાવી છે. આજે આપડી ફરજ નિભાવવાનો દિવસ છે. ચાલો સૌ મતદાન મથક પર જઈને મતદાન કરીયે! Our elders have celebrated this festival of democracy. Today is our day to celebrate! Let’s all go out and cast our vote! ⁦ @CollectorNav ⁩ ⁦ #DeshKaGarv #ChunavKaParv pic.twitter.com/b1nUDFtyBx — ARO 25 Navsari PC (GJ) and Prant Officer Navsari (@prantnavsari) May 7, 2024 Happy and Proud faces at the polling booth! #GoVote #LokSabhaElection2024 @CEOGujarat @ECISVEEP pic.twitter.com/X6sF89q1xO — Collector & DM Navsari (@CollectorNav) May 7, 2024 લોકશાહીના મહાપર્વમાં મે મારી ફરજ નિભાવી દીધી છે. તમે પણ અચૂક મતદાન કરજો. #LokSa...

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                                                 Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્ર...

Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો.

  Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિક શાળા મોલધરા ના બાળકોએ  ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ચિત્ર સ્પર્ધામાં  નિધિ રાઠોડ પ્રથમ,વાદન સ્પર્ધામાં અભય રાઠોડ પ્રથમ, બાળ કવિ સ્પર્ધામાં મુમતાઝ ભૈયાત  દ્વિતીય અને ગાયન સ્પર્ધા  આપુશી રાઠોડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભાગ લેનાર તમામ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બ્લોક લેવલ સ્પર્ધા માટે શુભેચ્છા. વિજેતા બાળકોને સી.આર.સી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિકશાળા મોલધરા... Posted by  Moldhara Primaryschool  on  Saturday, September 21, 2024