Skip to main content

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

   વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

                                                              


Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થીનો કારકિર્દી માટેનો પાયો મજબૂત બને છે અને સાચા અર્થમાં જ્ઞાન આર્જિત કરીને વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા સમર્થ બને છે.

વિદ્યાર્થીઓ સરળતાથી ગણિત, વિજ્ઞાન જેવા અઘરા વિષયો સમજી શકે તે સંદર્ભથી આપે વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી ૪૨ એવાં રમકડાં બનાવ્યાં છે, જેનાથી વિદ્યાર્થીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવી રહ્યા છે તે આવકાર્ય છે. નકામી વસ્તુઓ એકત્ર કરી વિજ્ઞાનમાં દૃષ્ટિ સાતત્ય, રંગભેદ, ન્યૂટનના ગતિના નિયમો તેમજ ગણિતમાં છેદિકા અને સમાંતર રેખાના સૂત્રો સરળતાથી સમજાવવાનો આપનો પ્રયાસ સતુત્ય છે. જૂનાગઢ ખાતે યોજાયેલા સંશોધનાત્મક મેળામાં આપના બનાવેલ આ રમકડાં પ્રદર્શિત થયાં હતાં જે પૈકી ૧૫ રમકડાંને જીસીઈઆરટી દ્વારા પસંદ કરવામાં આવ્યાં છે તે પ્રશંસનીય છે. તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ જ પ્રકારે આપની સર્જનાત્મકતાના ઉપયોગ થકી વિદ્યાર્થીઓનો અભ્યાસ સરળ અને રસપ્રદ બનાવતા રહો એવી ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે હેમંતભાઈ પટેલને અંતરતમ્ શુભકામનાઓ પાઠવી છે.

Comments

Popular posts from this blog

ખેરગામના વાત્સલ્યમ્ ન્યૂઝ અને honey news નાં પત્રકારશ્રી દિપકભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

ખેરગામના  વાત્સલ્યમ્ ન્યૂઝ અને honey news નાં પત્રકારશ્રી દિપકભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 

Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

                    Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તારીખ ૧૧-૦૩-૨૦૨૪નાં દિને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે ચિખલી અને ખેરગામ વિસ્તારની વિવિધ શાળાઓના ૪૫૦થી વધુ  વિદ્યાર્થીઓને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પોતે પરીક્ષા સ્થળ પર ઉપસ્થિત રહી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

 ઐતિહાસિક ડુંગર  : પારનેરા, વલસાડ, ગુજરાત  પારનેરા એ ઐતિહાસિક ટેકરી છે જે વલસાડ નજીક અતુલમાં આવેલી છે. પારનેરા ટેકરી ઐતિહાસિક કિલ્લા અને ઐતિહાસિક મંદિર માટે પ્રખ્યાત છે. - પારનેરા ટેકરી તેના ઇતિહાસ માટે પણ પ્રખ્યાત છે જે મહારાજા શિવાજી સાથે સંબંધિત છે. પારનેરા ટેકરી સંપૂર્ણ રીતે હરિયાળીથી ભરેલી છે. -વલસાડથી પારનેરા ટેકરીનું અંતર લગભગ 7 કિમી છે. - અહીં પ્રખ્યાત કાલિકા માતા મંદિર અને ચંડિકા માતા મંદિર છે. ભગવાન શિવનું મંદિર પણ પારનેરા ટેકરી પર આવેલું છે. -પારનેરા ડુંગરમાં પણ ધર્મનો અનોખો સમન્વય છે. -કારણ કે ચંડિકા માતાના મંદિર પાસે એક પીર પણ આવેલું છે. તે ચાંદ પીર બાબાના પીર છે. ઐતિહાસિક કિલ્લો પારનેરા ટેકરી પર આવેલો છે. -ઈતિહાસ કહે છે કે પારનેરા કિલ્લો મહારાજા શિવાજીએ દુશ્મનો સામે લડવા માટે બનાવ્યો હતો લોકોનું કહેવું છે કે મહારાજા શિવાજીએ પોતાના ઘોડા સાથે આ કિલ્લા પરથી કૂદકો માર્યો હતો. -પારનેરા ટેકરી ચોમાસામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. - તે ટેકરીની આસપાસ રહેતા લોકો માટે મોર્નિંગ વોક માટેનું સ્થળ છે. પારનેરા ડુંગર એક સારું ટ્રેકિંગ સ્થળ છે. -અતુલ લિમિટેડ પારનેરા ટે...