Skip to main content

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

નવસારી: લોકસભા સામાન્ય ચુંટણી 2024 સમાચાર,25-નવસારી લોકસભા સીટ

Comments

Popular posts from this blog

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

  પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્ર

પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા

 પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા  કોઈપણ વ્યક્તિ જ્યારે શ્રઢ મનોબળથી નક્કી ક કરે કે આનો અમલ કરીને જ જંપવું છે. ત તે થાય જ છે. એમાં પણ જ્યારે શક્તિની ઉપાસના કે એના નામ સાથે જોડાઈને વળગી પડે ત્યારે એ 'શક્તિ સદા સહાયતે' હોય જ છે. ભગવતી એ જ સંતાનને સહાય કરે જે પવિત્ર ઇરાદાથી કામ શરૂ કર. કોઇની પરવા કર્યા વિના જે સાથ આપે તેનો લે અને જે ન આપે તેની પાસે આશા ન રાખે એ કામ ભગવતી પાર પાડે જ. એના ભરોસે આદરેલું કામ ક્યારેય અધૂરું ન રહે. માંડવી તાલુકાના દરિયાકિનારે વસેલા કાઠડા, નાના લાયજા અને પાંચોટિયા આ ત્રણે ગામ ચારણોની વસ્તી ધરાવતાં ગામ છે. ખારા પાણી અને ખારી હવા સામે ખરી મહેનત કરીને ખમતીધર બનેલા ચારણ ચોથો વેદ એટલે વણ પઢ્યો વાતું તો સંસ્કાર, સંસ્કૃતિ અને વિકાસની જ કરે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન કસાયેલી કાયાએ પાણી માટે ખૂબ સંઘર્ષ કર્યો. સદ્ભાગ્યે આ ત્રણે ગામને યુવા નેતૃત્વ સાથે સાથ આપનારા વડીલો અને ખભેખભા મેળવીને કામ કરનારા મિત્રો મળ્યા, જેના લીધે જળ સંગ્રહ, ગૌચર અને વૃક્ષારોપણની ટકાઉ, ધારદાર અને એટલી જ અસરદાર કામગીરી લોકભાગીદારીથી કરવામાં સફળ રહ્યા. પાંચોટિયા ગામના સામ