Skip to main content

Posts

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

   વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...

KHERGAM: ખેરગામની સરકારી કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારંભ યોજાયો.

      KHERGAM: ખેરગામની સરકારી કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારંભ યોજાયો. વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં તા.૨૯/૦૨/૨૦૨૪ને  ગુરૂવારના રોજ સાંસ્કૃતિક સમિતિ અને - સપ્તધારા વિભાગનાં સયુંકત ઉપક્રમે ભૂતપૂર્વ વિદ્યાર્થી-વાલી સંમેલન અને ૩૧મો વાર્ષિકોત્સવ- ઇનામ વિતરણ સમારંભ પ્રિ. ડૉ.એસ.એમ.પટેલના  માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.  જેમાં સમારંભનાં ઉદઘાટક તરીકે નારણલાલા કૉલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એપ્લાઈડ સાયન્સ કૉલેજ, એરૂ  ચાર રસ્તા નવસારીથી પ્રિ.ડૉ.સુનિલકુમાર એમ.નાયક તેમજ મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ,  ઉપ પ્રમુખ લીનાબેન, ખેરગામ સરપંચ ઝરણાબેન, અનેક હોદ્દેદારો, ભૌતિકશાસ્ત્રનાં એસો. પ્રોફેસર અને  બાહ્ય કૉલેજ મેમ્બર વી.એસ. પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પ્રો.દિપેશભાઈ બી.પટેલ,વાલી પ્રતિનિધિ મંડળનાં પ્રમુખ સહ અનેક સામાજિક કાર્યકર્તા, બીલીમોરાના, તેજસભાઈ આર.દેસાઈ, નિવૃત  ઈજનેર રમેશભાઈ ડી. પટેલ,વાલી પ્રતિનિધિ મંડળનાં પ્રમુખ, ફાલ્ગુનીબેન કંસારા ઉપસ્થિત રહ્યા હતા જેમને આચાર્ય ડૉ.એસ.એમ. પટેલે શાબ્દિક પરિચય અને પુષ્પગુચ્છ આ...

Khergam : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

                  Khergam  : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ :૦૮-૦૩-૨૦૨૪નાં દિને પાટી પ્રાથમિક શાળામાં શાળાના પીએમસીશ્રી મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.  જેમાં ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભીખુભાઇ આહીર ,નવસારી જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવીનભાઈ પટેલ સાહેબ , આરોગ્ય અધિકારીશ્રી, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, પાટી ગામના સરપંચ શ્રી, તોરણવેરા ગામના સરપંચ શ્રી ,પાણીખડકના સરપંચ શ્રી ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ,ખેરગામ તાલુકા ભાજપના અગ્રણી ચુનીભાઇ પટેલ, વાડ ગામના સરપંચશ્રી,  બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, અગ્રણીઓ ,ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ તથા ખેરગામ તાલુકાના મહામંત્રી શ્રી કિરીટભાઈ અને ખેરગામ તાલુકાના  ...

જનતા માધ્યમિક શાળા ખાતે ધોરણ 10નાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને ધોરણ 12નો વિદાય સમારંભ યોજાયો.

  જનતા માધ્યમિક શાળા ખાતે ધોરણ 10નાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને ધોરણ 12નો વિદાય સમારંભ યોજાયો. તારીખ: 6/3/2024નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામમાં  ચાલુ વર્ષમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તેમજ ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થિનીઓએ સુપરવાઇઝર શ્રી મહેશભાઈ પટેલની આગેવાની હેઠળ પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ જનતા કેળવણી મંડળનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલનું  આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું, અને સાથો સાથ તેમના દ્વારા અજાગ્રત મનની શક્તિઓનો ઉપયોગ અંગે સમજૂતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓને હકારાત્મક અભિગમ દ્વારા પરીક્ષા આપવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  મંડળનાં પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ દ્વારા પણ વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી, ધોરણ 10 અને 12 ના વર્ગ શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તણાવયુક્ત વાતાવરણમાં કઈ રીતે પરીક્ષા આપવી તથા કઈ રીતે યોગ્ય આયોજન કરીને વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારા...