Skip to main content

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

   વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...

KHERGAM: ખેરગામની સરકારી કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારંભ યોજાયો.

     

KHERGAM: ખેરગામની સરકારી કોલેજમાં વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારંભ યોજાયો.

વિનયન, વાણિજય અને વિજ્ઞાન કૉલેજમાં તા.૨૯/૦૨/૨૦૨૪ને  ગુરૂવારના રોજ સાંસ્કૃતિક સમિતિ અને - સપ્તધારા વિભાગનાં સયુંકત ઉપક્રમે ભૂતપૂર્વ વિદ્યાર્થી-વાલી સંમેલન અને ૩૧મો વાર્ષિકોત્સવ- ઇનામ વિતરણ સમારંભ પ્રિ. ડૉ.એસ.એમ.પટેલના  માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. 

જેમાં સમારંભનાં ઉદઘાટક તરીકે નારણલાલા કૉલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એપ્લાઈડ સાયન્સ કૉલેજ, એરૂ  ચાર રસ્તા નવસારીથી પ્રિ.ડૉ.સુનિલકુમાર એમ.નાયક તેમજ મુખ્ય મહેમાન તરીકે ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ પટેલ,  ઉપ પ્રમુખ લીનાબેન, ખેરગામ સરપંચ ઝરણાબેન, અનેક હોદ્દેદારો, ભૌતિકશાસ્ત્રનાં એસો. પ્રોફેસર અને  બાહ્ય કૉલેજ મેમ્બર વી.એસ. પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, પ્રો.દિપેશભાઈ બી.પટેલ,વાલી પ્રતિનિધિ મંડળનાં પ્રમુખ સહ અનેક સામાજિક કાર્યકર્તા, બીલીમોરાના, તેજસભાઈ આર.દેસાઈ, નિવૃત  ઈજનેર રમેશભાઈ ડી. પટેલ,વાલી પ્રતિનિધિ મંડળનાં પ્રમુખ, ફાલ્ગુનીબેન કંસારા ઉપસ્થિત રહ્યા હતા જેમને આચાર્ય ડૉ.એસ.એમ. પટેલે શાબ્દિક પરિચય અને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. 

પ્રિ.ડૉ.એસ.એમ.પટેલે સાયન્સ કૉલેજનાં અલાયદી મકાનના બાંધકામ માટે ગુજરાત સરકારે રૂ.૨૩ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવતા નકશા, ડિઝાઈન પ્લાન તૈયાર થઈ જશે એટલે ટૂંક સમયમાં ઓડીટોરીયમ હોલ સહિતનું નવા મકાનનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે. એવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ માટે લેબોરેટરીનાં કેમિકલ, સાધનો, ગ્લાસર, ફર્નિચર અને પુસ્તકોની ખરીદી કરવા માટે રૂ.૮૩૬૬૭૦/- ની ફાળવણી કરવામાં આવી હતી. 

કૉલેજમાં શૈ.વર્ષ ૨૦૨૨-૨૩માં યુનિ.પરીક્ષામાં કૉલેજ કક્ષાએ પ્રથમ ક્રમાંકિત વિદ્યાર્થીઓ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનામાં વિશેષ કામગીરી કરનાર વિદ્યાર્થી અને કૉલેજ કક્ષાએ સ્પોર્ટ્સમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને આવેલ મહેમાનોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયાં હતા. કાર્યક્રમની શરૂઆત પ્રભુ પ્રાર્થનાથી થઈ હતી.

સરસ્વતી વંદના, અર્વાચીન રાસ, ગરબા, ડાંગી નૃત્ય, ફિલ્મી ગીત, ફિલ્મી ડાન્સ, મરાઠી ડાન્સ, આદિવાસી ડાન્સ, રાજસ્થાની ડાન્સ, પ્રેરણાત્મક નાટક જેવી વિવિધ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્રારા રજૂ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડૉ.ધર્મરાજભાઈ ઈ ટેભરે અને T.Y.B.A.નો વિદ્યાર્થી નૈનેશે પટેલ કર્યું હતું અંતે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ પ્રા.જીગરકુમાર વી.પરમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Comments

Popular posts from this blog

ખેરગામના વાત્સલ્યમ્ ન્યૂઝ અને honey news નાં પત્રકારશ્રી દિપકભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

ખેરગામના  વાત્સલ્યમ્ ન્યૂઝ અને honey news નાં પત્રકારશ્રી દિપકભાઈ પટેલને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ 

Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

                    Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તારીખ ૧૧-૦૩-૨૦૨૪નાં દિને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે ચિખલી અને ખેરગામ વિસ્તારની વિવિધ શાળાઓના ૪૫૦થી વધુ  વિદ્યાર્થીઓને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પોતે પરીક્ષા સ્થળ પર ઉપસ્થિત રહી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 

ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત

 ઐતિહાસિક ડુંગર  : પારનેરા, વલસાડ, ગુજરાત  પારનેરા એ ઐતિહાસિક ટેકરી છે જે વલસાડ નજીક અતુલમાં આવેલી છે. પારનેરા ટેકરી ઐતિહાસિક કિલ્લા અને ઐતિહાસિક મંદિર માટે પ્રખ્યાત છે. - પારનેરા ટેકરી તેના ઇતિહાસ માટે પણ પ્રખ્યાત છે જે મહારાજા શિવાજી સાથે સંબંધિત છે. પારનેરા ટેકરી સંપૂર્ણ રીતે હરિયાળીથી ભરેલી છે. -વલસાડથી પારનેરા ટેકરીનું અંતર લગભગ 7 કિમી છે. - અહીં પ્રખ્યાત કાલિકા માતા મંદિર અને ચંડિકા માતા મંદિર છે. ભગવાન શિવનું મંદિર પણ પારનેરા ટેકરી પર આવેલું છે. -પારનેરા ડુંગરમાં પણ ધર્મનો અનોખો સમન્વય છે. -કારણ કે ચંડિકા માતાના મંદિર પાસે એક પીર પણ આવેલું છે. તે ચાંદ પીર બાબાના પીર છે. ઐતિહાસિક કિલ્લો પારનેરા ટેકરી પર આવેલો છે. -ઈતિહાસ કહે છે કે પારનેરા કિલ્લો મહારાજા શિવાજીએ દુશ્મનો સામે લડવા માટે બનાવ્યો હતો લોકોનું કહેવું છે કે મહારાજા શિવાજીએ પોતાના ઘોડા સાથે આ કિલ્લા પરથી કૂદકો માર્યો હતો. -પારનેરા ટેકરી ચોમાસામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. - તે ટેકરીની આસપાસ રહેતા લોકો માટે મોર્નિંગ વોક માટેનું સ્થળ છે. પારનેરા ડુંગર એક સારું ટ્રેકિંગ સ્થળ છે. -અતુલ લિમિટેડ પારનેરા ટે...