Skip to main content

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

   વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

 Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.

જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દેદારો, રક્તદાન કેન્દ્રના અઘિકારી તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 














Comments

Popular posts from this blog

પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા

 પર્યાવરણની પવિત્ર પંચતિથિ ધરાવતું ગામઃ પાંચોટિયા  કોઈપણ વ્યક્તિ જ્યારે શ્રઢ મનોબળથી નક્કી ક કરે કે આનો અમલ કરીને જ જંપવું છે. ત તે થાય જ છે. એમાં પણ જ્યારે શક્તિની ઉપાસના કે એના નામ સાથે જોડાઈને વળગી પડે ત્યારે એ 'શક્તિ સદા સહાયતે' હોય જ છે. ભગવતી એ જ સંતાનને સહાય કરે જે પવિત્ર ઇરાદાથી કામ શરૂ કર. કોઇની પરવા કર્યા વિના જે સાથ આપે તેનો લે અને જે ન આપે તેની પાસે આશા ન રાખે એ કામ ભગવતી પાર પાડે જ. એના ભરોસે આદરેલું કામ ક્યારેય અધૂરું ન રહે. માંડવી તાલુકાના દરિયાકિનારે વસેલા કાઠડા, નાના લાયજા અને પાંચોટિયા આ ત્રણે ગામ ચારણોની વસ્તી ધરાવતાં ગામ છે. ખારા પાણી અને ખારી હવા સામે ખરી મહેનત કરીને ખમતીધર બનેલા ચારણ ચોથો વેદ એટલે વણ પઢ્યો વાતું તો સંસ્કાર, સંસ્કૃતિ અને વિકાસની જ કરે. મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન કસાયેલી કાયાએ પાણી માટે ખૂબ સંઘર્ષ કર્યો. સદ્ભાગ્યે આ ત્રણે ગામને યુવા નેતૃત્વ સાથે સાથ આપનારા વડીલો અને ખભેખભા મેળવીને કામ કરનારા મિત્રો મળ્યા, જેના લીધે જળ સંગ્રહ, ગૌચર અને વૃક્ષારોપણની ટકાઉ, ધારદાર અને એટલી જ અસરદાર કામગીરી લોકભાગીદારીથી કરવામાં સફળ રહ્યા. પાંચોટિયા ગામના સા...

પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો

  પ્રાકૃતિક ખેતી વિશેષ: નવસારી જિલ્લો પ્રાકૃતિક ખેતીના હાર્દ સમા જીવામૃતનું વેચાણ કરતો રાજ્યનો એકમાત્ર જિલ્લો 'નવસારી' નવસારી જિલ્લાની આ પહેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવાની જરૂર: પ્રાકૃતિક ખેતીમાં અવરોધ બનતી સમસ્યાને ઓળખી તેને દુર કરતું નવસારી જિલ્લા તંત્ર પ્રાકૃતિક ખેતી એ દેશી ગાય આધારિત ખેત પદ્ધતિ છે, દેશી ગાય વિહોણા ખેડૂતોને જીવામૃત પહોચાડી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા નવસારી જિલ્લામાં આજદિન સુધી ૨,૦૧,૨૭૦ લીટર જીવામૃત ઉત્પાદન: ૧,૩૩૧ જેટલા દેશી ગાય વિહોણા ખેડૂતોએ લીધો છે લાભ વાંસદા તાલુકાના નાની ભમતી સ્થિત 'જીવામૃત ઉત્પાદન અને વિતરણ પ્રોજેક્ટ' દેશી ગાય વિહોણા ખેડૂતો માટે મહત્વની કડીરૂપ સાબિત થયો - 'આ પ્રોજેક્ટના કારણે રસાયકયુક્ત ખેતી કરતા ખેડૂતો રસાયણમુક્ત ખેતી કરતા થયા છે' જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો અતુલભાઈ આર. ગજેરા સંકલન : વૈશાલી પરમાર નવસારી,તા.09: પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી, સમગ્ર રાજ્યે પ્રાકૃતિક ખેતી અપનાવવાની પહેલ કરી છે. નવસારી જિલ્લો પણ પ્રાકૃતિક કૃષિનું ગઢ બનવા તરફ પ્ર...

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

   Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણ...