વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું. અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...
માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.
માનનીય મુખ્યમંત્રીશ્રીનાં જન્મ દિવસ નિમિત્તે ખેરગામ તાલુકાના સરકારી કોલેજ ખાતે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ કાર્યક્રમ યોજાયો.
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે ખેરગામ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજીત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખેરગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિધાર્થીઓ તેમજ અધ્યાપકશ્રીઓ સાથે વૃક્ષારોપણ અને નાંધઈ ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણ માં સાફ સફાઈ અભિયાન કરી સેવાકીય અભિગમ સાથે જન્મદિવસની ઉજવણી કરી.
Comments
Post a Comment