Skip to main content

વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

   વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.  અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.  તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી.  ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

 નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી  ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

તારીખ:૨૨-૦૭-૨૦૨૪ થી ૨૪-૦૭-૨૦૨૪ દરમ્યાન નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે જિલ્લાનાં‌ માસ્ટર્સ તજજ્ઞ  તાલીમ નવસારી  જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમની નિગરાનીમા યોજાઈ હતી.

રાજ્ય લેવલે તાલીમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ તાલુકાના માસ્ટર્સ તજજ્ઞને તાલીમ  આપનાર શ્રી શશીકાંતભાઈ ટંડેલ(બી.આર.સી. નવસારી), શ્રીમતી નિમિષાબેન આહીર(બી.આર.પી, ખેરગામ NIPUN ), શ્રીમતી સ્નેહાબેન પટેલ (બી.આર.પી. જલાલપોર NIPUN), શ્રી વિજયસિંહ વાઘેલા (સી.આર.સી. પનાર),  શ્રી અમિતભાઈ વડોદરિયા (સી.આર.સી. ફડવેલ, ચીખલી, શ્રી કૃણાલભાઈ પટેલ(ઉ. શિ. તા.વાંસદા), સહિતનાઓએ ત્રણ દિવસ સુધી માહિતીસભર અને પ્રવૃત્તિસભર તાલીમ આપવામાં આવી હતી

તાલીમના ત્રણે  દિવસ તાલીમનું પ્રથમ સેશન ધ્યાન,પ્રાર્થના,  કરવામાં આવ્યું  હતું. પ્રથમ દિવસે આ તાલીમ પ્રશિક્ષણના હેતુની ચર્ચા સહ  સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વાંસદા બીઆરસીશ્રીએ તમામ તાલીમાર્થીઓને આવકાર્યા હતા.

 જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમ દ્વારા ત્રણ દિવસ તમામ મોડ્યુલ અને ગુજરાતી ગણિત સંપૂતની પૂરેપૂરી સમજ મેળવવાની વાત કહી હતી.ત્યારબાદ બધા તજજ્ઞ મિત્રોને બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યાં હતાં. જેમાં પ્રથમ વર્ગમાં તજજ્ઞ તરીકે શશીકાંતભાઈ ટંડેલ, નિમિષાબેન આહીર, કૃણાલભાઈ પટેલ જયારે દ્વિતિય વર્ગમાં સ્નેહાબેન પટેલ, વિજયસિંહ વાઘેલા, અને અમિતભાઈ વડોદરીયાએ વિષય આયોજન મુજબ સુંદર રીતે તાલીમનું ભાથું પીરસ્યું હતું.

 તજજ્ઞને ફાળવેલ વિષયો અનુસાર ઉપરોક્ત તજજ્ઞ મિત્રો દ્વારા પ્રથમ દિવસે તાલીમ આયોજન મુજબ ચર્ચાપત્રની સમજ, NCF- National  curriculum framework, SCF- State curriculum framework, FS - Foundational Stage વિશે માહિતગાર, ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિ, ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિ, જાદુઈ પીટારા, મારો દિવસ જેવા વિષયો પર તજજ્ઞમિત્રોએ પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.



તાલીમના બીજા દિવસે અધ્યયન સંપુટ ગુજરાતી, ગુજરાતી એકમ પરિચય-૧, પ્રગતિ રજીસ્ટર ગુજરાતી, ગુજરાતી ધોરણ ૧,૨ એકમનું જૂથ કાર્ય, સપ્તરંગી શનિવાર, રમે તેની રમત વિષયો પર પ્રાયોગિક સાથે સમજ આપવામાં આવી હતી.

જ્યારે ત્રીજા દિવસે તાલીમની શરુઆત અધ્યયન સંપુટ ગણિત, ગણિત એકમ પરિચય, પ્રગતિ રજિસ્ટર ગણિત,  ગણિત ધોરણ ૧,૨ એકમનું જૂથ કાર્યની પ્રવૃત્તિસહ સમજ આપવામાં આવી હતી છેલ્લા સેશનનાં અંતે તાલીમાર્થીઓ પાસેથી પ્રશ્નાવલી દ્વારા પ્રતિભાવો લેવામાં આવ્યા હતા.

ત્રીજા દિવસની તાલીમ દરમ્યાન નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ સાહેબ દ્વારા તાલીમ વર્ગની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન તેમણે આ તાલીમ પૂરેપૂરી સમજ સાથે મેળવવાની વાત કહી હતી. તેમજ જૂન-૨૦૨૪થી અમલમાં આવી શકે તે માટેની વિવિધ ૩૦ અલગ અલગ પ્રકારની અધ્યયન સંપુટ સહાયક અભ્યાસ સામગ્રી કે જેમાં કુલ મળી ૨૫૦૦ જેટલી પેટા સામગ્રી ઉપલબ્ધ છે.તેની ધોરણ ૧ અને ૨નાં તમામ શિક્ષકોને માહિતી હાથવગી હોવી જોઈએની વાત કહી હતી. છેલ્લે રમતમાં રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષાએ ભાગ લઈ વિજેતા બનનાર શિક્ષકશ્રી કૃણાલભાઇ પટેલને અને હીન્દી વિષયમાં પી.એચ. ડીની પદવી મેળવનાર ડૉ. સતીષભાઈ ભોયાનું સન્માન કરી નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.જ્યારે જિલ્લા કૉ-ઓર્ડીનેટર નિકીતા મેડમ દ્વારા પણ બંને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. 

ત્રણે દિવસ વર્ગ સંચાલકો દ્વારા ચા, નાસ્તા અને રુચિકર ભોજનની ઉત્તમ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.











Comments

Popular posts from this blog

ન્યૂઝીલેન્ડની શિક્ષણ વ્યવસ્થા

 ન્યૂઝીલેન્ડની શિક્ષણ વ્યવસ્થા  ન્યૂઝીલેન્ડ શિક્ષણ વ્યવસ્થાની દ્રષ્ટિએ દુનિયામાં સાતમા નંબરે છે. અહીં સાક્ષરતાનો દ [ સાક્ષરતાનો દર 99 ટકા છે. આમ છતાં 14.2 ટકા પાસે જ સ્નાતક કે ઉચ્ચ શિક્ષણની લાયકાત છે. સૌથી વધારે 30.4 ટકા સેકન્ડરી શિક્ષણ મેળવે છે. 22.4 ટકા પાસે શિક્ષણની કોઈ જ ઔપચારિક લાયકાત નથી. એટલે કે સેકન્ડરી શિક્ષણ કરતાં પણ ઓછું શિક્ષણ છે. અહીં શાળા શિક્ષણ મફત અને ફરજીયાત છે.  ન્યૂઝીલેન્ડમાં 95 ટકા જેટલી શાળાઓ સરકારી છે. માત્ર 5 ટકા જેટલી જ ખાનગી છે. દરેક વિસ્તારમાં સરકારી શાળા હોય જ. જે તે વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીએ તે જ વિસ્તારની શાળામાં અભ્યાસ કરવો ફરજીયાત છે. તમે રહેતા હોવ એક વિસ્તારમાં અને અભ્યાસ કરવો હોય અન્ય વિસ્તારમાં તો તેમ કરી શકતા નથી.અહીં દરેક શાળાને જે તે વિસ્તારની આર્થિક આવકને આધારે રેટિંગ આપવામાં આવે છે. જે શાળા ધનિક વિસ્તારમાં હોય તેનું રેટિંગ ઊંચું હોય છે અને જેમ આર્થિક રીતે નબળો વિસ્તાર વધુ તેમ રેટિંગ નીચું હોય છે, પણ આપણે શીખવા જેવી બાબત એ છે કે અહીં ધનિક વિસ્તારમાં આવેલી શાળા કે જેનું રેટિંગ ઊંચું છે તેને સરકારી સહાય ગ્રાન્ટ ઓછી ફાળવવામાં આવે છે...

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

આજે બારડોલી દિન |1928માં અંગ્રેજો સામે સરદારના ખેડૂતોના ‘ના કર’ આંદોલનની 96મી વર્ષગાંઠ

    આજે બારડોલી દિન |1928માં અંગ્રેજો સામે સરદારના ખેડૂતોના ‘ના કર’ આંદોલનની 96મી વર્ષગાંઠ