વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું. અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...
ખેરગામ વિશેષ : રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી.
ખેરગામ વિશેષ : રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ દ્વારા માન. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની ઉજવણી. ગુજરાત રાજ્યના લોકલાડીલા લોક પ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે દર્દીઓને તથા આંગણવાડીના બાળકોને ફ્રુટ વિતરણ નો સેવાકીય કાર્યક્રમ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ મંત્રી શ્રીમતી તર્પણબેન, ભાજપ મહામંત્રીશ્રી શૈલેષભાઈ ટેલર, ન્યાય સમિતિ અધ્યક્ષશ્રી પૂર્વેશભાઈ, માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી પ્રશાંતભાઈ, યુવા મોરચા પ્રમુખશ્રી ચેતનભાઈ, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન, બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી દિનેશભાઈ, કિશાન મોરચા પ્રમુખશ્રી નારણભાઈ, ખેરગામના ડેપ્યુટી સરપંચશ્રી જીગ્નેશભાઈ, યુવા બોર્ડ સંયોજક આતિશભાઇ, નિહાલભાઈ, યુવા મોરચા ટીમ ભાવિનભાઈ, રિંકુભાઈ, મુકુંદભાઈ, ધ્રુવભાઈ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.