વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું. અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર...
ઐતિહાસિક ડુંગર : પારનેરા, વલસાડ, ગુજરાત પારનેરા એ ઐતિહાસિક ટેકરી છે જે વલસાડ નજીક અતુલમાં આવેલી છે. પારનેરા ટેકરી ઐતિહાસિક કિલ્લા અને ઐતિહાસિક મંદિર માટે પ્રખ્યાત છે. - પારનેરા ટેકરી તેના ઇતિહાસ માટે પણ પ્રખ્યાત છે જે મહારાજા શિવાજી સાથે સંબંધિત છે. પારનેરા ટેકરી સંપૂર્ણ રીતે હરિયાળીથી ભરેલી છે. -વલસાડથી પારનેરા ટેકરીનું અંતર લગભગ 7 કિમી છે. - અહીં પ્રખ્યાત કાલિકા માતા મંદિર અને ચંડિકા માતા મંદિર છે. ભગવાન શિવનું મંદિર પણ પારનેરા ટેકરી પર આવેલું છે. -પારનેરા ડુંગરમાં પણ ધર્મનો અનોખો સમન્વય છે. -કારણ કે ચંડિકા માતાના મંદિર પાસે એક પીર પણ આવેલું છે. તે ચાંદ પીર બાબાના પીર છે. ઐતિહાસિક કિલ્લો પારનેરા ટેકરી પર આવેલો છે. -ઈતિહાસ કહે છે કે પારનેરા કિલ્લો મહારાજા શિવાજીએ દુશ્મનો સામે લડવા માટે બનાવ્યો હતો લોકોનું કહેવું છે કે મહારાજા શિવાજીએ પોતાના ઘોડા સાથે આ કિલ્લા પરથી કૂદકો માર્યો હતો. -પારનેરા ટેકરી ચોમાસામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. - તે ટેકરીની આસપાસ રહેતા લોકો માટે મોર્નિંગ વોક માટેનું સ્થળ છે. પારનેરા ડુંગર એક સારું ટ્રેકિંગ સ્થળ છે. -અતુલ લિમિટેડ પારનેરા ટે...