Skip to main content

Posts

Showing posts from April, 2024

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું.

Navsari(chikhli) News :૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યું. આજ રોજ ૨૫-નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭૬- ગણદેવી (અ.જ.જા.) વિધાનસભામાં ૫ ટીમ બનાવીને ૮૫ + અને દિવ્યાંગ મતદારોનુંં મતદાન મે.કલેેેેકટર સાહેબ,નવસારી અને ચૂંટણી અધિકારી ૨૫-નવસારી લોકસભાના માર્ગ દર્શન હેઠળ કરાવવામાં આવ્યું. pic.twitter.com/B64T38d7rt — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 27, 2024

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા.

Navsari News : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમ યોજાયા. લો. સા. ચૂં. ૨૦૨૪ અંતર્ગત વાણીયા મીલ હાઈસ્કુલ આંતલિયાના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળો તથા દુકાનોમાં મુલાકાત કરી આગામી તા. ૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધું મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કર્યા. pic.twitter.com/r56ki2NQNA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે શ્રી દા.એ.ઈટાલીયા, સાર્વજનિક હાઈસ્કુલ, ચીખલીના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ચીખલીના બજાર વિસ્તારમાં વિવિધ દુકાનોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/z4Uw8VPZ6K — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024 લો.સા.ચૂં. ૨૦૨૪ અન્વયે શ્રી બી.કે. પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ગોંયદી, ભાઠલાના શિક્ષકો તથા અગ્રણી ગ્રામજનો દ્વારા વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા ૦૭ મે ૨૦૨૪ ના દિને મતદાન કરવા માટે મતદાન જાગૃતિ કાર્યક્રમો કરા

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                                                                   Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ

Navsari news : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.

                                   Navsari news  : ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ.  મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના 'Every Vote Counts' ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર સહિત નવસારી ચૂંટણી તંત્ર કટીબધ્ધ છે. ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા ચૂંટણી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ક્ત ઉપક્રમે વિવિધ જનજાગૃતિની પ્રવૃતિઓનું સુદ્રઢ આયોજન કરી જિલ્લાના પણ કોઇ મતદાર મતદાન આપવામાંથી બાકાત ન રહે તેવા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. આ કામગીરી અન્વયે આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરી તથા જિલા નાયબ ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકાબેનના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં ગત ચૂંટણીઓમાં જે મતદાન મથક ખાતે ૫૦ ટકા કરતા ઓછું મતદાન થયું હોય તથા એવા મતદાન મથક જ્યા

Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                         Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                                                 Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ